હજુ
હજુ
વાતને મેલી નથી શકતો હજુ
ભેદ ઉકેલી નથી શકતો હજુ.
રાત આખી આંખમાં વિખરાઈ ગૈ
દ્રશ્યને ઠેલી નથી શકતો હજુ.
જિંદગી તો આખરે છે જિંદગી
શ્વાસ સંકેલી નથી શકતો હજુ.
એમ શબરી દ્વાર પર આવી ઊભાં
આશ વણસેલી નથી શકતો હજુ.
છે નદી આ લાગણીની ચોતરફ
ડૂબકી ઝેલી નથી શકતો હજુ.
આ ગઝલ છે, છેક ભીતર રણઝણે
'મક્ત' હડસેલી નથી શકતો હજુ.
પ્યાસ 'ચાતક' એકસામટી નીકળી
જળ કદી મ્હાલી નથી શકતો હજુ.
