STORYMIRROR

Vinod Manek

Abstract Drama Inspirational

4  

Vinod Manek

Abstract Drama Inspirational

રામ છે

રામ છે

1 min
40

જિંદગીમાં હરપળે એ રામ છે

દ્વાર ખોલો ને મળે એ રામ છે.


ચોતરફ કૈં ના દીસે તો શું થયું ?

આજ ભીતર ઝળહળે એ રામ છે.


ના જતું ફોકટ કરેલું કર્મ એ,

'ને અચાનક ફળ મળે એ રામ છે.


ભૂલ વારંવાર ના કરજે ફરી

માફ કરનારો મળે એ રામ છે.


પ્રગટે દીપક શ્રદ્ધાનો દિલમહીં

વાંઝણી ઈચ્છા ફળે એ રામ છે.


રામના દરબારમાં ફરિયાદ કર

દર્દને પણ કળ વળે એ રામ છે.


આશ 'ચાતક' રાખજે શબરી સમી

નવધા ભક્તિને કળે એ રામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract