કસોટી થાય
કસોટી થાય
કસોટી થાય જિંદગીમાં તો નિખાર આવે,
શીશીરમાં ઠુઠવાયા પછી વસંત બહાર આવે,
અસફળતાઓ સામે ઝઝૂમવું પડે, દિન રાત,
સફળતા એમને એમ કાંઈ ના ધરાર આવે,
જે મળી જાય છે સંઘર્ષ કર્યા વગર દુનિયામાં,
એ પામ્યા પછી પૂછજો કેટલાંને કરાર આવે ?
પરીક્ષાઓમાં તો પાસ પણ થવાય ને નાપાસ પણ,
અંતે જીતે એ જેને સતત લડવાનો વિચાર આવે,
માર્ગ આ અઘરો છે એ બલિદાન પણ માંગે,
ભક્તિના માર્ગમાં એમ જ થોડા કિરતાર આવે !