STORYMIRROR

Vibhuti Desai

Fantasy

3  

Vibhuti Desai

Fantasy

આવો તો

આવો તો

1 min
27

આવો તો મધ મીઠો રસ પીવડાવવું તમને,

વિશાળ હૃદયનાં ભીતરમાં સમાવું તમને,


બાગો મહીં ફૂલોની સંગાથે પતંગિયું બની,

મધુરી સુરભિ સંગે વાયરે લહેરાવું તમને,


આમ પાનખરનાં ભયથી શું કામ ગભરાવો છો ?

સુરભિનાં વાયરાનો વિંઝણો વિંઝાવું તમને,


શ્રાવણી મેઘ ભીંજવે ત્યાં હૈયું થનગને બધે,

મારા ભીતરનાં ભાવેથી ભીંજાવું તમને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy