ગોટાળે વળે
ગોટાળે વળે
મારા તો બધા દાખલા સાચા જડે,
જો તું નહી તો આ બધું ગોટાળે વળે !
સગપણ ભેગું સગપણ ગોતી રવાડે ચડે,
જો જો નાહક બધું વાતોએ ગોટાળે વળે !
હાથની હાથ સાથે જો સજ્જડ પડે,
તો તો આજુ બાજુ ઉડતું આમ ગોટાળે વળે !
ઉર ભીતરનું છાનું માનું આજ તો લડે.
પણ કાગળ કેરા પાને આમ ગોટાળે વળે !
સજડ નૈન ધરીને હરપળ ઊંડાણે રડે,
કયાંક કોક હાજર ના રહીને ગોટાળે વળે !
લૂંટાવી દીધા પાનાઓ પાનખરમાં સડે,
ને હર તરફ મહેકે વસંત તો ગોટાળે વળે !
