મળી જાય
મળી જાય
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
રોજ ચાલુ છું આ રસ્તા પર,
કદાચ મંજિલ મળી જાય,
કેટકેટલા ચહેરા જોઉ છું આ રસ્તા પર,
કદાચ પોતાના મળી જાય,
આમ તો ધૂળ કાકરા અને પથરા આ રસ્તા પર,
કદાચ રતન મળી જાય,
શાકવાળા, દૂધવાળા મળે છે આ રસ્તા પર ,
કદાચ આપણાવાળા મળી જાય,
કેટકેટલા પદચિન્હો પડે ભુસાઈ રસ્તા પર,
કદાચ પગલા એમના મળી જાય,
કેટલીય વાર જોયા છે એમને આ રસ્તા પર,
કદાચ આજે અથવા કાલે મળી જાય,