STORYMIRROR

Dr.Bhavana Shah

Tragedy Thriller

4  

Dr.Bhavana Shah

Tragedy Thriller

એક ખૂણો

એક ખૂણો

1 min
268

શોધું છું એક ખૂણો,

મોટાં મકાનમાં મારો,


સ્નેહથી સિંચ્યા સંસ્કાર,

પ્રેમથી પાાંગર્યો પરિવાર,

છતાંય શોધું છું એક ખૂણો,


બારીની ઝીણી ઝીણી જાળીઓ,

બારણાની ઝીણી ઝીણી વેલીઓ,

સઘળુંં રોજ સ્પર્શે છે મારી આંગળીઓ,

છતાંય શોધું છુંં એક ખૂણો,


પડદાની પાતળી ગડીઓ,

ગાલીચાની ગીચ ગલીઓ,

ઝાંખી ઝાંખી ને થઈ ઝાંખી આંખો,

છતાં શોધું છું એક ખૂણો,


ચંપો, ચમેલી, મોગરો,

જૂઈ અને ગલગોટો ય ખરો,

પ્રેમથી પીવડાવ્યું પાણી,

છતાંય શોધું છું એક ખૂણો,


મારું ઘર મારું ઘર કરી,

વીતી ગઈ જિંદગી આખી,

છતાં એક ખૂણો ન મ્હારો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy