મનહૂસ નજર
મનહૂસ નજર
પહેલાં ઈશારાઓ અને પછી
આંખોથી આંખોની વાત થઈ.
દિલથી દિલ મળ્યાં એકબીજાના
અને પ્રેમની નવી શરૂઆત થઈ.
પહેલાં પહેલાં થોડી અને પછી
તો રોજ રોજ મુલાકાત થઈ.
કોફીશોપ, રેસ્ટોરાં અને બાગબગીચા
ના જાણે ક્યાં ક્યાં આ વાત થઈ.
એકબીજાના ખોળામાં માથું ઢાળી
વચન વાયદાઓની જાહેરાત થઈ.
સમયનું ચક્ર ફરતું રહ્યું અવિરત અને
સંબંધો પર નિયતિની ઘાત થઈ.
કોણ જાણે કયાં મનહૂસની નજર લાગી,
ત્યારબાદ ક્યાં ક્યારેય સીધી વાત થઈ.