મારી પત્ની
મારી પત્ની
પ્રેમ નગરના પંથ પર મળનાર,
પ્રથમ હમસફર એટલે મારી પત્ની,
અને જેના મળ્યા પછી પૂરી થઈ,
મારી જિંદગીની આખી સફર,
એવી હમસફર એટલે મારી પત્ની.
.
સવારથી લઈને સાંજ સુધી,
જિંદગીના રંગમંચ પર,
માતા, પત્ની, વહુ, પરિચારિકા,
વગેરે ભાવ ભજવનાર રંગમંચની નાયિકા,
એટલે મારી પત્ની,
આટલા ભાવ ભજવ્યા પછી પણ,
થકાનની એક પણ લકીર,
પોતાના ચહેરા પર લાવ્યા વગર,
હંમેશા હસતી રહેતી સહનશીલતાની મૂર્તિ,
એટલે મારી પત્ની.
મઝધારમાં ફસાયેલી મારી જીવન નૈયાને,
પાર લગાવનાર નાવિક એટલે મારી પત્ની,
અંતરના ઊંડાણમાં જઈને ચિંતાનું,
કારણ શોધી કાઢનાર મરજીવો,
એટલે મારી પત્ની.
બાળકોમાં અભ્યાસની સાથે સંસ્કારોનું,
સિંચન કરનાર એક હાલતું ચાલતું ગુરુકુળ,
એટલે મારી પત્ની,
સવારથી સાંજ સુધી મારી તમામ જરૂરિયાતોને,
માંગતા ની સાથે પુરવાર કરનાર અલાદીનનો ચિરાગ,
એટલે મારી પત્ની.