તારી યાદોને વિરામ આપ
તારી યાદોને વિરામ આપ


ક્યારેક તારી યાદોને પણ વિરામ આપ,
અવિરત અવિરામ એ આવ્યા જ કરે છે.
સુતાની સાથે જ સપનામાં આવી જાય છે,
સવારે ઉઠતાને આંખમાં આવી જાય છે.
રાત વીતે છે સપનાઓ જોઈ જોઈને,
અને દિવસ આખો વિતે છે રોઈ રોઈને.
ક્યારેક તારી યાદોને પણ વિરામ આપ,
અવિરત અવિરામ એ આવ્યા જ કરે છે.