સમય વિતી ગયો
સમય વિતી ગયો


સમય આવી રીતે વીતી ગયો,
અવસર તારો આવીને પતી ગયો,
કાલ સુધી આંગણામાં કિલકીલાટ કરતી હતી,
આજ કોઈ ડોલીમાં બેસાડીને લઈ ગયો.
હંમેશા હસતી હસાવતી રહેતી હતી,
સમય આજે કઠણ હૃદયના બાપને પણ રડાવી ગયો.
તારા થકી હતું આંગણું મારું રૂડું,
આજ કોઈ મારું આંગણું સૂનું કરાવી ગયો.