STORYMIRROR

Bharat Rabari

Others

4  

Bharat Rabari

Others

આમ જ રહેવા દો

આમ જ રહેવા દો

1 min
42


ગાંધી, નહેરુ અને સરદારનો વારસો છે,

આ વારસાને આમ જ જીવતો રહેવા દો.


હોય ઝુનુન તો નિકાળો દેશના દુશ્મનો પર,

આમ એકબીજા સાથે લડવાનું રહેવા દો.


દેશ માટે જીવ્યો છું, દેશ માટે મરી જઈશ,

બસ મારા પર કફન બની ત્રિરંગો રહેવા દો.


સુખ શાંતિ અને હરિયાળીથી હર્યોભર્યો દેશ છે મારો,

આ દેશની શાંતિને આમ જ અખંડ રહેવા દો.


લાખો કુરબાનીઓ આપીને મેળવી છે આઝાદી,

આઝાદ ભારતને આમજ આઝાદ રહેવા દો.


શાનથીં લહેરાય છે ત્રિરંગો ઊંચે આકાશમાં,

આ ત્રિરંગાને આમ જ લહેરાતો રહેવા દો.


Rate this content
Log in