STORYMIRROR

Bharat Rabari

Others

3  

Bharat Rabari

Others

કોરોના નવરાત્રી

કોરોના નવરાત્રી

1 min
66


આ કોરોનાએ તો જોને ભારે કરી,

કેમ કરી રાસ રમવાને આવું ગોરી ! 


ઢોલ ઢબૂકે ને શરણાઈઓ શોર કરે,

હું તો શું રે કરું ? મોઢે માસ્કની દોરી.


હૈયું તો મારું પણ હિલોળા કરે, 

પણ ઊંડે ઊંડે પોલીસની ચોરી.


કોરી રહી નવરાત્રી, કોરાં આ નોરતાં,

કદાચ જશે પ્યારી આ રાત પણ કોરી.


કેમ કરી તારી હારે રાસ રમવા આવું ગોરી,

હાથમાં સેનેટાઈઝર ને મોઢે માસ્કની દોરી.


Rate this content
Log in