ત્રિરંગો લહેરાવીશું
ત્રિરંગો લહેરાવીશું
આકાશની ઊંચાઇઓ ઉપર ત્રિરંગો લહેરાવીશું,
અમે દુનિયાભરમાં ભારત માતાનું નામ ગુંજાવીશું.
થશે આમનો સામનો તો દુશ્મનોને પણ દેખાડીશું,
માંગતા નહીં મળે તો હક અમારો છીનવી બતાવશું.
આજ નહીં તો કાલ મંગળ પર પગ માંડી બતાવશું,
અમે તો ખુલ્લા ગગનમાં ત્રિરંગો લહેરાવી બતાવશું.
વાદ-વિવાદ અને જાતિવાદના દૂષણો દૂર કરીશું,
વસુદેવ કુટુંબકમનો દુનિયાભરમાં પ્રચાર કરીશું.