હવે ટાળું છું
હવે ટાળું છું

1 min

436
જોતાં જોતાં જોવાઈ ગયું એકવાર,
હવે પ્રેમભરી નજરે જોવાનું ટાળું છું,
પડતાં પડતાં પડાઈ ગયું એકવાર,
હવે કોઈના પ્રેમમાં પડવાનું ટાળું છું,
ચાલતાં ચાલતાં ચલાઈ ગયું એકવાર,
હવે આ ગલીઓમાં ચાલવાનું ટાળું છું,
દેતાં દેતાં દેવાઈ ગયું એકવાર,
હવે જ્યાં-ત્યાં દિલ દેવાનું ટાળું છું.