લૉકડાઉન
લૉકડાઉન
1 min
34
રખડતાં ભટકતાં હતાં આપણે બધાં ચારેકોર,
સમય અચાનક એવો આવ્યો, ને પુરાયા માલિકોર,
ના આમને-સામને વાત થાય, ના કોઈ મુલાકાત,
ઘરમાં બેસી રાત થાય, રાત પછી સીધું ભોર.
ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો,
ઘરની બહાર બોલાવે પોલીસ શોરબકોર.
વારંવાર હાથ ધોવો, મોઢે પહેરો માસ્ક,
કોરોના વાયરસનો કહેર વર્તાયો બધીકોર.
લોકો ભાગ્યા ગામડે, છોડી બધાં કામધંધા,
ગામડે કહે બધાં, શહેર છોડી આવો આકોર.
આ લૉકડાઉને તો ભારે કરી હવે,
માણસ ના રહ્યો આ કોર ના પેલીકોર.
