જિંદગી
જિંદગી
શમણું વિખેરાતુ ગયું ને જીવન જીવાતું ગયું
પ્રકરણ અધૂરા રહી ગયા પાનુ પલટાઈ ગયું,
વાક્યના ઓથે શબ્દો સંતાયા જીવવાને
હોઠ સ્પર્શયા ને જીવંત અનુભૂતિ છવાઈ ગઈ,
સંબંધો ને સુવાળપ આપવા જાજમ વિખરાઈ ગઈ
વાદળોની લાલિમા સૂરજમાં પલટાઈ ગઈ,
ગેરહાજરી તમારી આભાસમાં ભરમાઈ ગઈ
ચોતરફ દ્રષ્ટિ મારી ને કોઈ સ્થિરતા છવાઈ ગઈ,
શબ્દોની સરિતા મારી મૌનમાં જળવાઈ ગઈ
વિખરાતી જિંદગી અમુક શબ્દોમાં જ સમાઈ ગઈ.
