STORYMIRROR

Dr.Sarita Tank

Romance Tragedy

3  

Dr.Sarita Tank

Romance Tragedy

પારાવાર

પારાવાર

1 min
21

હતી ચાંદની ધરતી ઉપર પણ,

આકાશની તેને ચાહ હતી.


ચંદ્રને મળવાની તેને પણ,

મળેલી કોઈ રાહ હતી.


પૂર્ણિમાએ આખરે તેમના,

મિલનની રાત હતી.


અતૂટ આનંદ લૂંટવાની,

ચારે તરફ વાહ વાહ હતી.


જ્યારે તેના પ્રણયની પણ,

નીકળેલી કોઈ 'આહ' હતી.


ત્યારે ચાંદીના ટૂકડાની,

તારા રૂપે તરાહ હતી.


જે થઈ ગઈ નિરાધાર,

એ ચાંદનીની હાર હતી.


થઈ ગઈ ટુક-ટુક આકાશમાં એ,

ભૂલ 'પારાવાર' હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance