STORYMIRROR

Dr.Sarita Tank

Inspirational

3  

Dr.Sarita Tank

Inspirational

એ નારી છે..!

એ નારી છે..!

1 min
188

એક નારી થવાને એ કંઈ કેટલાય વાર હારી છે.

આયખું આખું અવરને જીવાડવા વારી છે.


ખુદ તો જીવે સદા બની લાગણીની ક્યારી છે.

ખબર કોને કે એનાય રોમેરોમમાં ખૂમારી છે.


છે માં ની એ લાડકી ને પપ્પાની યે દુલારી છે.

અંતર ભલે હો વ્યથિત પણ વાણીથી પ્યારી છે.


જાતને દોડાવી પૂરી કરી જરૂરત બધાની છે.

હો કદીક કોમલ સ્વભાવ કદી સિંહ સવારી છે.


કયારેક અન્નપૂર્ણા કદીક દુર્ગા જેને પોકારી છે.

પ્રતિષ્ઠા એને પ્યારી પણ નામનાને નકારી છે. 


સારા માટે સારી ને દુશ્મન માટે જે નઠારી છે.

છે ભગવાને સર્જેલી તોયે એની જાત નિરાલી છે.


છે એજ સાચું અસ્તિત્વ એનું કે.... 

એ નારી છે. 

એ નારી છે.

એ નારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational