વિરહ - અનુભૂતિ
વિરહ - અનુભૂતિ
સ્મરણ થયું તમારું ને,
ધ્યાન અચળ થઈ ગયું.
નિહાળી આકૃતિ તમારી ને,
નયન વિહ્વળ થઈ ગયા.
વાણી સુણી વહાલસોઈ,
શ્રવણ સ્પંદન થઈ ગયું.
કોમલ ગુંજી કિલકારી,
હવા સરગમ થઈ ગઈ.
જોઈ રાહ આતુરતાથી,
નિરાશ ધડકન થઈ ગઈ.
આંસુ ભીંજેલી આરસી,
જાણે દર્પણ થઈ ગઈ.
પામવાની આશા પણ જાણે,
તર્પણ થઈ ગઈ.
તુજ વિના આ નજર,
તરસતું વર્ષણ થઈ ગઈ.
