જીવો...
જીવો...
1 min
13.9K
જળ જેવા અમૃત છોડી માણસ બોટલને અનાવે.. તો...?
જળ જ ધરતીના ખાલી થઈ જાય તો...?
હવે તમતમારે પીવો,
સાચા અમૃત ધરતીના છોડી હવે બોટલનાં પાણીથી જીવો.
ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની,
રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદીયુ લોહીની,
ફાટેલી ધરતીની છાતીને આંસુડાથી સીવો,
હવે તમતમારે પીવો.
ઝાડવા તરસે, પંખી તરસે, તરસે મનેખની આ જાતજો,
સૂરજ નામે સાધુડાએ ઓઢી કાળા તડકાની આખી રાતજો,
જળનુ ઉઠમણું કરીને પાણિયારે મેલો દીવો.
હવે તમતમારે પીવો.
સાચા અમૃત ધરતીના છોડી હવે બોટલનાં પાણીથી જીવો.