STORYMIRROR

Shaileshkumar Pandya

Drama

4  

Shaileshkumar Pandya

Drama

જીવાય છે

જીવાય છે

1 min
445

એ કહે છે શ્વાસથી જીવાય છે, 

મેં કહ્યું કે પ્યાસથી જીવાય છે.


રોજ ઘટ ઘટ ચાંદની પીધા પછી, 

ઉમ્રભર અહેસાસથી જીવાય છે,


દિલના કોઈ છાને ખૂણે વાગેલી,

રેશમી એ ફાંસથી જીવાય છે. 


કોઇ આવી સ્પર્શના દીવા કરે, 

એક એવા ભાસથી જીવાય છે. 


મે વધાવી કંકુ ચોખાથી જેને, 

ક્ષણનાં એ ઉજાસથી જીવાય છે. 


લથડું ત્યા ખભો ધરી ઉભા રહે, 

એક બે જણ ખાસથી જીવાય છે. 


ના, નથી પરવા બળેલા હાથની, 

તે રચેલા રાસથી જીવાય છે. 


વાંસની માફક તું ફૂંકે છે મને, 

એટલે વિશ્વાસથી જીવાય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama