STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

આતમ ઝરૂખો

આતમ ઝરૂખો

1 min
892



આતમ 'ઝરૂખે' ઉભી રહી ત્યાંતો નિરખ્યા નેણલે નવલા,

આંજી દેતા આજ દીઠાં છે અગમ નિગમના અજવાળા રે,


ટહુકે છે મોર મનડાના કાયાના કાંગરે સહિયર મોરી,

સ્પર્શી રહ્યા મૃદુ સ્પર્શ રૂદિયે મોરપીંછનાં સુંવાળા રે,


યુગોથી ઓઝલમાં હતા એ નિરાકાર રૂપે નાથ મારા સખી,

બંધ નયનોનાં 'ઝરૂખેથી' દીઠાં રૂપ અરૂપી રૂપાળા રે,


સાત સૂરોની પાર સુણ્યો રે સૂર ખામોશ ગેબી આઠમોને,

રતન આંખોના અમથા અમથા છલકાઈને હરખાણાં રે,


ટહૂકા અનાહતનાં ગુંજી ઉઠ્યા આ મૃત માયાના મહેલમાં,

ને વર્તુળો શક્યતાનાં શાશ્વત ક્ષિતિજોની પાર ફેલાણાં રે,


જન્મો જન્મોનાં ઓગાળીને ઉલેચાણા છે અંતરના અંધારા,

ને અલગારી અગણિત સૂરજભાણ ઉગ્યા ઉગામણાં રે,


શમ્યા સંસારી સઘળા કોલાહલો સાતે શરીરે અચાનક ને,

રવ "પરમ" નિરવતના "પાગલ" અંતર પટે રેલાણાં રે!


Rate this content
Log in

Similar gujarati poem from Drama