Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

જહેમત

જહેમત

1 min
11


  • ગઝલ લખવા અમે અતિ આકરી મહેનત કરી છે,
  • રોકવા આંસુઓના પ્રવાહને ખૂબ જહેમત કરી છે !

  • કોણ કહે છે કે કવિઓને પરસેવો નથી વળતો,
  • એક શબ્દ માટે કદી પ્રસૂતિ જેવી જહેમત કરી છે !

  • સહન કરવાની સીમા આવી ગઈ હોવા છતાંય અમે,
  • જુવો અમારી જાતને હસવા માટે સહેમત કરી છે !

  • જે ઝખ્મો આપી આપી ખબર અંતર પૂછવા આવ્યા છે,
  • એને જ મલમ લગાવી અમે કેવી ખિદમત કરી છે !

  • જિંદગીમાં હોતું નથી કદીયે સદનસીબ મહોબ્બતનું,
  • દર્દ આપીને જાણે પરવરદિગારે રહેમત કરી છે !

  • અમારી હારમાં જ છે જીત એક જીગરજાન દોસ્તની,
  • તેથી જ જિંદગીમાં હારીને જીતવાની હિંમત કરી છે !

  • "પરમ" તને પામવા તો મોત સાથે કરી અમે મહોબ્બત,
  • એક અલગારી "પાગલ"ની જેમ જ મહેનત કરી છે !


Rate this content
Log in