STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

કાગળ

કાગળ

1 min
18

ભાવ ઊભર્યા ભીતર, શબ્દો પ્રગટ્યા તો હેતથી હરખાઈ ગયા,

પછી તો કવિતા બનીને શબ્દો કાગળ ઉપર પથરાઈ ગયા.


સિતારા શબ્દોના છે કોરા કાગળના આભ ઉપર,એમ જાણે કે,

આંખોનું ચમકતું નૂર બની અસ્તિત્વમાં ચોતરફ ફેલાઈ ગયા.


કર્ણપટલમાં ગુંજયા'તા જે મધુર સૂરોની સરગમ બનીને,

કલમ મારફતે ઉતરી કાગળે કવિતા બની છવાઈ ગયા.


કિસ્મત કાગળની કહું કે ભાગ્ય મારું? કેમ કરવું નક્કી ?

ઢાળ્યાં શબ્દોમાં તો આંખેથી આંસુનું પૂર બની ઉભરાઈ ગયા.


ને આજે વરસ્યા છે અમૂલ્ય આંસુના વાદળ અનરાધાર,

પીગળેલા શબ્દોની વહેતી સરિતામાં ભવ્ય ભાવ તણાઈ ગયા.


એક પ્રવાહ પ્રેમનો ધસમસતો ધોધ બની વધ્યો છે આગળ,

અંતે શમાવી તોફાન સઘળું સ્નેહના સાગરમાં સમાઈ ગયા.


એક નયનરમ્ય નજારો બની જે વસી ગ્યા'તા મુજ નજરમાં,

પછી પ્રતિમા બની પ્રેમની એ મન મંદિરમાં સ્થપાઈ ગયા.


કવિતાના બહાને લખ્યા "પરમ" ને સદાયે કોરા કાગળ પર,

અંત સમયે શબ્દો ખુદ બની "પાગલ" પ્રાર્થનામાં બદલાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational