આપજો
આપજો
ઊડવાને પાંખ જેવું આપજો.
ખૂબસૂરત આભ જેવું આપજો.
હોઠ પરનું મૌન હમણાં ત્યાગજો.
આ હ્રદયને મોજ જેવું આપજો.
સ્પંદનો સઘળા અહીં જો શ્વાસમાં,
ટેરવે આસ્વાદ જેવું આપજો.
જો બનું હું લાગણીનો છોડ તો,
મ્હેકતાં અરમાન જેવું આપજો.
પાંપણે કંઇ આગળો દેવાઇ ના,
બસ મને કઇં હાશ! જેવું આપજો.
છે અજાણી, પણ મજાની આ સફર.
હમસફર હમરાઝ જેવું આપજો.