અણસારે અણસારે
અણસારે અણસારે
1 min
365
ફૂલો નથી છતાંય બહેકે છે મન,
ફક્ત મહેંકતા અણસારે, અણસારે.
અજાણી કેડીએ પગરવે છે તન,
અજાણી નજરને અણસારે, અણસારે.
નજર સર્વત્ર નિહાળે એને જ,
અદ્રશ્ય પ્રણયને અણસારે, અણસારે.
અવર્ણનીય ધબકતો આનંદ ઉરે,
મન-મિત-પિયુને અણસારે, અણસારે.
