હેં..હું આવો કેમ?
હેં..હું આવો કેમ?
1 min
1.8K
યાદ કરું છું તમને હું કુદરતથી પણ વધું,
તે છતાં સામે આવો તો ના જતાવું પ્રેમ.
હેં...હું આવો કેમ !
વિશ્વાસ કરું છું તારા પર ખુદથી પણ વધું,
તે છતાં રહી જાતો દિલનાં ખૂણે વ્હેમ.
હેં...હું આવો કેમ !
ચાહું છું તને હું ચાહતની હદથી પણ વધું,
તે છતાં લાગણી નથી એમની એમ.
હેં...હું આવો કેમ !
તારા વિચારો કલ્પિત છે કલ્પનાથી વધું,
તે છતાં મનડું મારું ના રહેતું હેમખેમ,
હેં...હું આવો કેમ !
તારી ખુશીઓ માંગુ હું મારાથી પણ વધું,
તે છતાં હૃદય મારું ના કરતું રહેમ,
હેં...હું આવો કેમ !