STORYMIRROR

Chirag Padhya

Tragedy

4  

Chirag Padhya

Tragedy

પિતાની યાદ

પિતાની યાદ

1 min
5.6K

પપ્પા મને ક્યારે બેટા કહી બોલાવશો!

આ દુનિયામાં ક્યારે પાછા તમે આવશો!


કલ્પનાની દુનિયામાં આજે પણ છો તમે,

પળ પળની યાદોમાં આજે પણ છો તમે,


ફરી પાછા આવી ક્યારે ચહેરો દેખાડશો!

પપ્પા મને ક્યારે બેટા કહી બોલાવશો!


તસ્વીરમાં હસતા મો એ આજે રડાવતા,

ઘરના ખૂણે ખૂણાના સ્મરણો ભીંજાવતા.


ફરી પાછા આવી ક્યારે દુઃખડા ભુલાવશો!

પપ્પા મને ક્યારે બેટા કહી બોલાવશો!


જીવન કેરા પથના પથદર્શક રહેશો તમે,

સુખ દુઃખ કેરી વાર્તાના શીર્ષક રહેશો તમે.


ફરી પાછા આવી ક્યારે પાના પલટાવશો!

પપ્પા મને ક્યારે બેટા કહી બોલાવશો!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy