STORYMIRROR

Chirag Padhya

Abstract Others

4  

Chirag Padhya

Abstract Others

બેસી ગયો

બેસી ગયો

1 min
113

પુસ્તક સમો ચહેરો તમારો, વાંચવા બેસી ગયો,

ભીતર છુપાયા તથ્ય કેવા ? જાણવા બેસી ગયો.


આ રંગમંચે માનવી, કિરદાર ભજવે નિત નવા,

જાણ્યા ન ખુદના પણ બીજાના માણવા બેસી ગયો.


સ્મૃતિપટલ પર મેં કરી, અંકિત વીતેલી કાલને,

ગઈ કાલ મૂર્તિમંત થઈ તો, ઢાંકવા બેસી ગયો.


શું સ્નેહ સરવાણી વહી! પીવે અજાણ્યા લોક સૌ,

ભીતરથી તરસ્યો, પ્રીત જોઈ, માંગવા બેસી ગયો.


ચહેરો પ્રફુલ્લિત, સ્મિત હોઠે, આંખમાં સપના ભર્યા,

દેખી ઉદાસીની ઝલક, ત્યાં હાંકવા બેસી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract