ઝાંઝર
ઝાંઝર
મને ઓળખો છો ને?
હું છું પાયલ.
કોઈ મને ઝાંઝર કહે,
કોઈ કહે પગની હેર.
કોઈ વળી લંગર કહે,
તો
કોઈ ઘૂંઘરૂં ગણી બાંધે પેર.
દરેક સંજોગે અયે બાબુ,
મારે તો લીલાલહેર.
હું છું પાયલ..........
કોઈકના પગમાં હું ,
શણગાર બની રણકી રહી.
તો
કોઈ મહાજનના ત્યાં,
અલંકાર બની લટકી રહી.
પગમાં રહું કે લોકરમાં,
સઘળે હું મલકી રહી.
હું છું પાયલ..........
કોઈ મને બાંધતું,
તો
કોઈ મને છોડતું,
જૂની થાઉં હું જ્યારે,
તો કોઈ મને તોડતું.
માનવના આ તોડ જોડમાં,
પૂર્ણ થતું મારું ઓરતું.
હું છું પાયલ.........
શીખી હું આ કળયુગમાં,
સ્વાર્થના સૌ સંબંધ,
ઉપયોગી તો ગણતરી
નહિતર,
પૂર્ણ થતો નિબંધ.
હું છું પાયલ..........
