STORYMIRROR

Bindya Jani

Drama

3  

Bindya Jani

Drama

ચહેરાઓ

ચહેરાઓ

1 min
524


એક ચહેરાની આસપાસ ઘુમે છે ચહેરાઓ,

પ્રેમ 'નફરત' સ્વાર્થ ને દંભના છે ચહેરાઓ,


મુખવટો મજાનો પહેરી ઘુમે છે ચહેરાઓ,

મનોમન પ્રશંસાથી ખુશ થાય છે ચહેરાઓ,


અવનવા નાટકો ભજવી જાય છે ચહેરાઓ,

પોતાને સફળ માની જીવી જાય છે ચહેરાઓ,


ચહેરાની ભીતર જ્યારે છુપાય છે ચહેરાઓ,

આયનો નિહાળીને ખામોશ થાય છે ચહેરાઓ,


જીંદગી ના અંતમાં જ્યારે મુંઝાય છે ચહેરાઓ,

ને પ્રભુ શરણમાં ત્યારે ખોવાય છે ચહેરાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama