જિંદગી
જિંદગી
આવું છું કહીને વિતાવતી ગઈ જિંદગી,
હસાવતી, રમાડતી, રડાવતી ગઈ જિંદગી,
પળનો મોહ થોડો રાખી ચાલી નીકળ્યા,
ને દિન પર દિન ગુજારતી ગઈ જિંદગી,
નહોતી જોઈ દુનિયાની સઘળી રસમ,
ને દાવ પર દાવ લગાવતી ગઈ જિંદગી,
ઓગળી ગયા બધા વર્ષો બની દિવસો,
ને બાળપણથી દૂર ઘસેટતી ગઈ જિંદગી,
ઈજારો કોઈનો ચાલ્યો નથી ત્યાં હજી,
ને રસપાન કરાવી તડપાવતી ગઈ જિંદગી.
