શબદ જ!
શબદ જ!
શબદ જ ચલમ છે,
ને શબદ જ મલમ છે,
છું હું અને
કાગળ છે...કલમ છે.
મનનો ખાડો પુરાય,
હાશ કરી..! મન ધરાય,
મન કાજે,
શબદ જ અન્ન-જલમ છે,
અંતરની પાસ રહેતા,
લાગણીઓમાં વહેતા,
હૈયાનેતો,
શબદ જ બલમ છે,
કંકુ ચોખા લગાવો,
દીવડા પ્રકટાવો,
શબદ જ સાથીયો,
શબદ જ શ્રીફલમ છે,
શબદ જ આરંભ,
શબદ જ અંત,
શબદ શ્વાસે શ્વાસે,
શબદ જ હરપલમ છે,
શબદ જ ચલમ છે,
ને શબદ જ મલમ છે,
છું હું અને
કાગળ છે...કલમ છે.