STORYMIRROR

Shaurya Parmar

Drama

3  

Shaurya Parmar

Drama

હું નથી.

હું નથી.

1 min
429




હોશિયાર હોવ તું ભલે,

હું પણ કંઈ મૂરખ નથી,


જે કંઈ છું શુધ્ધ છું હું,

હું પાણીનું વરખ નથી,


ટીપીને શંકા દૂર કર તું,

મારી તને પરખ નથી,


કોઈ શું કહે, ફેર શો પડે,

કોઈ દુઃખ કે હરખ નથી,


મહીં જ્વાળાઓ ઘણી છે,

સફેદ ભલે, હું બરફ નથી,


હોશિયાર હોવ તું ભલે,

હું પણ કઈ મૂરખ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama