પતંગ.
પતંગ.
હું પતંગ,
હરતી,
ફરતી,
વારાફરતી,
આકાશે વિહરતી,
કોઈથી ના ડરતી,
નીચે છે ધરતી,
મોજ મજા કરતી,
હવામાં સરસરતી,
વાદળમાં તરતી,
કપાઈને ખરતી
દિલને હરતી,
જીવું જલસાથી,
નહીં કે,મરતી મરતી!
સર્વેના જીવનમાં,
આનંદ ભરતી,
હું પતંગ!
