લખ લખ ફેરા
લખ લખ ફેરા
1 min
249
હસતાં ચહેરા છે કાગળમાં,
ચોગમ પહેરા છે કાગળમાં.
વર્ષા હું ક્યાં ક્યાથી લાવું,
તપતા સહેરા છે કાગળમાં.
પીડા શબ્દોની ક્યાં સાંભળે ?
અર્થો બહેરા છે કાગળમાં.
લોહિલૂહાણ થયા છે કર,
ઘાવ ગહેરા છે કાગળમાં.
શબ્દો કાશી શબ્દો કાબા,
લખલખ ફેરા છે કાગળમાં.