દીકરી તેડી છે
દીકરી તેડી છે
1 min
459
છે, અમારાં હાથમાં બેડી છે,
મેં છતાં સરગમ એમાં છેડી છે.
વાયરો લાવે છે સાથે બાકી,
મહેંકની ક્યાં કોઈ કેડી છે ?
જો ખર્યા ચહેરા ઘણા, અંગત સાવ,
તેં સ્મરણની ડાળ ઝંઝેડી છે?
સ્વપ્ન શૈશવનાં દફન છે જેમાં,
એ ડેલી, ને એ જ આ મેડી છે.
એટલે સૂકાઈ ગઈ છે આંખો,
મૂળથી કોઈએ ઉખેડી છે.
સાત ખેડ્યા હો સમંદર તેં પણ,
એક બારી મનની ક્યાં ખેડી છે?
સૌ ડૂબ્યા'તા છંદની વચ્ચે, ને,
મે ગઝલને રક્તથી રેડી છે.
લ્યો, કરો દર્શન એ ''મા''માં ઈશનાં,
કાખ જેણે દીકરી તેડી છે.