STORYMIRROR

Shaurya Parmar

Drama Tragedy

3  

Shaurya Parmar

Drama Tragedy

લેમડે લટકતી પતંગ.

લેમડે લટકતી પતંગ.

1 min
641


લેમડે લટકતી પતંગ.


ઊડી ગયો રંગ?

પતી ગયો ઉમંગ?

રહી બસ...!

લેમડે લટકતી પતંગ...!


કામ સુધી કામ છે,

બાકી દૂરથી સલામ છે,

વ્હાલી પતંગ,

આ માણસ છે નંગ,

રહી બસ...!

થાંભલે લટકતી પતંગ...!


માણસ હાટુ,

બીજા સાથે,

કરી તે જંગ,

થયા બધા દંગ,

કપાયા તારા અંગ,

ત્યારે સંભળાઈ બૂમ,

રેલાયો આનંદ ...આનંદ ...!

રહી બસ ...!

ફાટેલી,તૂટેલી પતંગ...!


બધા સૂઈ ગયા છે,

તું ને તારા ઘા રહ્યા છે,

છોડ બીજાને ખુશ કરવાનું સખી,

થોડોક સ્વની સાથે કર સત્સંગ,

રહી બસ...!

ટાઢમાં ધ્રુજતી પતંગ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama