STORYMIRROR

Vipul Borisa

Drama Romance

3  

Vipul Borisa

Drama Romance

કંકોત્રી

કંકોત્રી

1 min
391


ધાર્યું જ ક્યાં હતું મેં, દુ:ખ મારું એમનો તહેવાર થઇ જાશે.

કંકોત્રી મળી છે એમની, પ્રીત હવે મારી વ્યવહાર થઇ જાશે.


નજર હજુંય એમની એવી જ છે મારા પર,

ફર્ક બસ એટલો, લાગણીઓ હવે દુશવાર થઇ જાશે.


આંગળી ન ચીંધો હવે મારા પર આ રીતે,

રહેવા દો, નહી તો મેહફિલમાં હાહાકાર થઇ જાશે.


ચૂપ રહેવા દો, મને મારાં જ મૌનમાં,

શબ્દો જો નીકળ્યાં મારાં, તો આ પ્રસંગ લાચાર થઇ જાશે.


મને ક્યાં ખબર હતી "ઘાયલ"

પ્રેમ કરતાં-કરતાં તે, એક દિવસ હોશિયાર થઇ જાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama