જીવનની શરૂઆત
જીવનની શરૂઆત
1 min
512
ક્યારેક સીધું ક્યારેક આડું
ચાલી રહ્યું છે જીવનનું ગાડું,
કર્મોની વાત ચાલી રહી છે
ક્યારેક થોડું ક્યારેક વધારે,
સપનાઓ જોઉં છું
ક્યારેક સાચા ક્યારેક ખોટા,
આંસુના આધારે જીવી રહી છું
ક્યારેક સૂઈ ને ક્યારેક સૂવડાવીને,
મનની વાત કરી રહી છું
ક્યારેક મનાવી ને ક્યારેક માનીને,
આ જીવનને વિતાવી રહ્યો છું
ક્યારેક ભૂલી ને ક્યારેક ભૂલાવીને.