STORYMIRROR

Sejal Ahir

Drama

4  

Sejal Ahir

Drama

તલવાર

તલવાર

1 min
397

તલવારની મ્યાનમાં ધારની ચમક ઝબકી ઊઠે છે,

ભીષણ યુદ્ધના મેદાનમાં યોદ્ધાના હાથમાં ઊઠે છે,


અવર્ણનીય, તેજ ચમક ક્ષત્રિયોના બલિદાનમાં,

ધરતીને ધ્રુજાવે વીર યોદ્ધાના હાથે તલવાર ઊઠે છે,


પૂર્વજોની વિરાસત ખાનદાની, ખુમારીની નિશાની,

વટ, વચનને વેગળો બનાવવા વીરને હાથે ઊઠે છે,


અસત્યની રાહને મિટાવવવા ધર્મની લાજ રાખવા, 

કર્મનિષ્ઠ, હાકલ-હુંકારમાં ચિતાની ચાલમાં ઊઠે છે,


આંખોમાં અગ્નિની જ્વાળા ભભૂકી રેલાઈ આવે,

દેહનો વલોપાત ન હૈયામાં ધરપત રાખીને ઊઠે છે,


દિલમાં ઝનૂન દેશ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ભાવ રાખી રહે,

વીરના હાથમાં તલવારબાજી નિશાન તાકી ઊઠે છે,


સગા દીકરાને એળે મૂકીને તલવારથી આંખો કાઢે,

આહીરાણીના હસતાં મુખના તેજની આડે ઊઠે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama