મારી વાત
મારી વાત
વાત મારે પણ એક કહેવી છે
સાદગીમાં સોડમ મહેકી છે,
છાંટવાનું ક્યાં છે અત્તર તારે
ખૂશ્બુ તારી ભીતર વસેલી છે,
સ્પર્શ કાગળ પર શું થયો તારો
શબ્દની પણ મોસમ ખિલેલી છે,
થોભવાનું ક્યાંથી હવે કહેવું
ટેરવે તો ઉન્માદ હેલી છે,
આ નજર તારી લાગશે જોજે
એ નજર મારી પ્રેમ ઘેલી છે.