જીવનસાથી
જીવનસાથી
પ્રસન્ન કર્યો એ પ્રસંગ,
જીવનમાં મળ્યો તારો સંગ.
હૈયે એક કુપણ મ્હોરી,
લાગ્યો મને તારા પ્રેમ રંગ.
છલાંગ લગાવી સમુદ્રે,
ખેલ્યો મોજાં સાથે જંગ.
મને લાગ્યો તારો મોહ,
દિલમાં જાગી અનેરી ઉમંગ.
"હસ્તમેળાપ" રીત અનેરી,
જાગે રાત્રે મોજાં દિવસે તરંગ.
ખુશીઓથી છલકે સાગર,
જ્યારે સંગમ સર્જો બે અંગ.