STORYMIRROR

Rajveer Jamotar

Inspirational

4.7  

Rajveer Jamotar

Inspirational

મુંજાય છે કલમ

મુંજાય છે કલમ

1 min
23.2K


ખબર પડી મા વિશે લખવું છે,

ધીમે ધીમે મલકાય છે કલમ.


અરે તુ તો સહેજ ને મા તે મહાન,

કેમ લખાશે સરમાય છે કલમ.


મોકો મળ્યો માની મમતા દર્શાવવાનો,

તો ગર્વથી ફુલાય છે કલમ.


અધુરું રહેશે લખાણ શાહી ખૂટી જશે,

વળી પાછી ગભરાય છે કલમ.


જેણે દ્રૌપદીના ચિર પૂર્યા એ શાહી પુરસે,

અને હિમ્મતે ભરાય છે કલમ.


લખ્યાં રામાયણ મહાભારત ને વેદો,

છતાં વિચારમાં પડી જાય છે કલમ.


મોટી વાત છે માની મમતા લખવાની,

થોડીક મુંજાય છે કલમ.


હિમ્મત કરીને લખવાનું શરું કરે છે,

દિલથી લખવા તૈયાર થાય છે કલમ.


ઘણુ લખ્યું તોય થોડું લાગ્યું,

મા શબ્દ લખતાં વખણાય છે કલમ.


ગમે તેટલું લખે લખાણ "જામોતર",

મમતા આગળ ઝંખવાય છે કલમ.


કલમ નમણી નાનકડી નાજુક,

હદય સમીપ રખાય છે કલમ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational