STORYMIRROR

Rajveer Jamotar

Inspirational

4  

Rajveer Jamotar

Inspirational

પૃથ્વીએ માસ્ક પહેર્યું

પૃથ્વીએ માસ્ક પહેર્યું

1 min
23.5K

કેર વર્તાવ્યો કોરોનાએ યમવાહન બની, 

સમગ્ર સૃષ્ટિ મુખોટાની મોહતાજ બની. 


અશુદ્ધિ અલિપ્ત  થઈ આક્રંદ કરી, 

શુદ્ધ હવા ને શુદ્ધ વિચારોની સાન બની. 


દોડભાગ, મોહમાયા પરેશાન થયા, 

ધબકતા નગરો રણ જેવા વિરાન બની. 


સમય માટે તરસતો મનેખ શાંત થયો, 

મારો પરિવાર, ભાવના ફરી મહાન બની. 


ચમકાવી ચહેરો દેખાવાનો ભય લાગ્યો, 

મુખે માસ્ક, આવતીકાલની જાન બની. 


સ્વાર્થ, લાલચની લંગર ઓછી થઈ, 

લાગણીની માંગણી સૃષ્ટિની સાન બની. 


વૈદોના વચનો, રામાયણ, મહાભારત, 

અવતર્યા અવનીએ, ધર્મ ફરી જ્ઞાન બની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational