સુટકો
સુટકો
ક્ષણે ક્ષણે થાય સુટકા,
પળે પળે પજવણી.
કપટીઓનો કામ છે,
પર કષ્ટ કરે ઉજવણી.
માણસાઈને માર છે,
સત્યની થાય છાંટણી.
આડંબર દઝાડે છે,
દગાની થાય છે વાંટણી.
દ્વેષનો વંશ વધ્યો,
પ્રીત બની છે વાંઝણી.
વિશ્વાસ થયો વેવલો,
રમત રમે છે લાગણી.
વધ્યો ફેશન, ફતૂર,
વધી વ્યશનની માંગણી.