મારું હૈયું, તારુ
મારું હૈયું, તારુ

1 min

11.9K
હૈયું કાઢી, હાથમાં ધરું તારા,
ઉડ્યા છે લાગણીના ફૂવારા.
ક્ષણ ક્ષણ ઉન્માદ ભરતી,
દ્રષ્ટિ તારું ધ્યાન ધરતી.
દિવસે પણ શમણાં સતાવે,
વળી રાતને કોણ સમજાવે.
આડાઅવળા થાય રતન,
તને દીધું હૈયું કરજે જતન.
હૈયું હવે નથી રહ્યું મારું
અચાનક થઈ ગયું તારું.