માતૃભાષાની વેદના
માતૃભાષાની વેદના

1 min

110
ઓ મારા બાળકો, જરા તમે સાંભળો
મને છોડીને તમે ન જાઓ,
શાને છોડી સગી માતને
શાને માસીને વ્હાલા થાઓ,
મને છોડીને ન જાઓ,
જૂઠી શાન મેળવવા કાજ
છોડી દે ગુજરાત ગુજરાતી આજ,
મીઠી મધુરી છોડી બોલી
પકડે અંગ્રેજીની નાની ખોલી,
ભવ્ય આ વૈભવ ગુજરાતીનો છોડી
મૂલ્ય આંક્યું એનું જાણે હોય કોડી,
બોલાય છે જ્યાં સુધી ભાષા ગુજરાતી
ત્યાં સુધી જ ટકશે ગુજરાતની સંસ્કૃતિ,
ખોળો પાથરી કરે સંદેશી વિનંતી
ગુજરાત બચાવવા બચાવી લો
આપણી આ ગુજરાતી.