ખરી આઝાદી એક સવાલ
ખરી આઝાદી એક સવાલ


મનાવી લીધો સ્વતંત્રતા દિવસ,
લહેરાવી દીધો તિરંગો આપી સન્માન,
ગણગણી લીધા દેશભક્તિના ગાન,
આ તકે વિચાર્યું છો તમે સ્વતંત્ર ?
માનવ કહે કરું હું મારા મનનું,
મનની આ ગુલામીમાંથી ક્યારે થાશું આઝાદ?
આત્મા છે રાજા ને મન એનું ગુલામ,
આજે ગુલામ કર્યો રાજા પર વાર,
સ્વદેશી ભાવ ને જકડી લીધો બ્યુટી પાર્લરવાળાએ,
રમત ગમત ને જકડી રાખી ઓનલાઈન ગેમવાળાએ,
સાત્વિક આહારને જકડી રાખ્યો
હોટેલવાળાએ,
ઈચ્છા રાખે સ્ત્રી આગળ વધવાની
રહે પાછળ સમાજની નિંદાથી,
નારિયેળ પાણી છોડાવ્યું
કોલ્ડ્રિંકવાળાએ,
બાળપણનું ભોળપણ છીનવ્યું
વાલીઓની ખોટી આશાએ,
આટઆટલી પાબંધીમાં જીવીએ છીએ,
છતાં બોલીએ શાનથી અમે સ્વતંત્ર છીએ.